Gujarat Rain Update:રાજ્યમાં ચોમાસું (Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ સાથે અમદાવાદ સહિત મધ્ય ગુજરિતાના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરવામા આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા મુજબ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના સાગબારામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો.સાથે સુરેન્દ્રનગરના લખતરમાં 5.45ઈંચ, જૂનાગઢમાં 4.80 ઈંચ, સુરતના ઉમરપાડામાં 4.60 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.48 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ 9 તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
આજે ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી
આજે કયાં વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરવામા આવે તો આજે હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ડ આપ્યું છે.જેમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે આસાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.
આ પણ વાંચો : FIR On Nirmala Sitaraman: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધાશે FIR, જાણો શું છે સમગ્ર મામલો