Gujarat Rain Update: ગુજરાતના ખેડૂતો માટે આજનો દિવસ ભારે ! પવન સાથે ભારે વરસાદની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

October 15, 2024

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર વરસાદનો (Rain) વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.રાજ્યમાં ચોમાસાની (monsoon) વિદાય છતાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી (Meteorological Department) મુજબ ગઈ કાલે રાજ્યના વિવધ વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદ વિશે વાત કરવામા આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.22 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ

મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.22 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.48 ઈંચ, ખંભાળિયામાં 2.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે સુરેન્દ્રનગરમાં વઢવાણ,પાટડી, ચોટીલા અને લખતર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે વરસાદથી ખેતરોમાં પાણીમાં તરબોત થઈ જતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સુચના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. પરંતુ દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , આજે પણ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની બપોરે પ્રેસ કોન્ફરન્સ

Read More

Trending Video