Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અમદાવાદ, સુરત, જૂનાગઢ સહીત અનેક વિસ્તારોને ઘમરોળ્યું

July 1, 2024

Gujarat Rain : દેશમાં ચોમાસા (Monsoon)નું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ (Gujarat Rain) પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સુરત (Surat)ના પલસાણામાં 8.5 ઈંચ, મહુવા (Mahuva)માં 7 ઈંચ, વંથલી, જૂનાગઢમાં 5.5 ઈંચ, દ્વારકા (Dwarka) અને બારડોલી (Bardoli)માં 6 ઈંચ, કુતિયાણા અને ઓલપાડમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

સવારે 6 થી 10 દરમિયાન 154 તાલુકામાં વરસાદ

સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકાના જામખંભાળિયામાં સવારે ત્રણ કલાકમાં પાંચ ઈંચ વરસાદ, વિસાવદર અને કાલાવડમાં સવારના છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ અને જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ, ઉપલેટા અને દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારે 6 થી 10 દરમિયાન 154 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સુરત અને અમદાવાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માત્ર પલસાણામાં 10 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે અનેક શહેરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોAhmedabad Accident : અમદાવાદમાં કાર ચાલકો બેફામ, 200 કીમીની ઝડપે ફોર્ચ્યુનરનો અકસ્માત, 3ના મોત એક ગંભીર

Read More

Trending Video