Gujarat Rain : ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો, અમદાવાદ, સુરત સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

September 25, 2024

Gujarat Rain : રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. હમણાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો. અને હવે અચાનક ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. અને મેઘરાજાએ અચાનક ધમાકેદાર બેટિંગ શરુ કરી દીધી હતી. જે બાદ ગુજરાતના મહાનગરોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, દાહોદ, મહેસાણા, અમરેલી સહીત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

અમદાવાદના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયા

અમદાવાદના વાતાવરણમાં ગરમી અને બફારા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર નજીક આવેલા પીરાણા અને પીપળજ પાસે બપોરે ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ બપોર પછી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆતની સાથે વાદળો છવાયાં હતાં. અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની એન્ટ્રીથી બફારાથી રાહત મળી છે.

સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ

સુરતમાં અચાનક ધોધમાર વરસાદની એન્ટ્રીથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અચાનક ભારે વરસાદ ખાબકતા સુરતની નવી સિવિલ હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા હતા. ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલ માટે સફાઈકર્મીઓ પાણી ઉલેચી રહ્યા છે. જ્યારે સગરામપુરા વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી. સિગ્મા સ્કૂલના બાળકોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સુરતના ઘણા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

આ પણ વાંચોAjmer Dargah : અજમેર દરગાહ મામલે હિન્દુ સેનાનો મોટો દાવો, હિન્દુ સેનાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

Read More

Trending Video