Gujarat Rain : રાજ્યમાં વરસાદને કારણે રસ્તાઓ અને વીજ પુરવઠાને ભારે નુકશાન, હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી

July 20, 2024

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra)ના દ્વારકા (Dwarka), પોરબંદર (Porbandar) અને જૂનાગઢ (Junagadh)ને મેઘરાજા ઘમરોળી રહ્યા છે. આ ત્રણેય જિલ્લાઓમાં નદીઓ ગાંડીતુર બની હતી. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તાર સંપર્કવિહોણા બન્યા હતા. આ સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. વધુ વરસાદને કારણે કેટલાક રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. વીજળી ગુલ થઇ ગઈ છે. અને લોકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે. પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે. જેને કારણે વાહન વ્યવહાર માટેનો માર્ગ ખોરવાઈ ગયો છે. રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે. રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે. રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ, પોરબંદરમાં 76 રસ્તાઓ, દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે.

રાજ્યમાં વરસાદને કારણે વીજપુરવઠો ખોરવાયો

રાજ્યમાં વરસાદને કારણે વીજળી પુરવઠાને અસર જોવા મળી રહી છે. કુલ 5,298 જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે. સાથે જ 5,275 જગ્યાએ વીજ પુરવઠો ફરીથી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 23 જગ્યા પર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 9904 ફીડર પર અસર થઈ હતી. જેમાંથી 9,677 ને ફરી શરૂ કરવામાં આવ્યા છે. તેમજ બાકીના 227 ફીડર ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 4297 થાંભલાઓ પડ્યા છે. જેમાંથી 9,677 થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે. તેમજ બાકીના 367 થાંભલાઓની કામગીરી હજુ બાકી છે. રાજ્યમાં 198 ટ્રાન્સફોર્મર અસર થઈ છે જેમાંથી 178 ટ્રાન્સફોર્મર ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાંથી હાલ 20 ની કામગીરી બાકી છે.

આ પણ વાંચોKutch : કચ્છ સરહદે બે સુરક્ષા જવાનના મોતથી ચકચાર, પેટ્રોલિંગ દરમિયાન 5 જવાનોને થઇ હતી ડિહાઈડ્રેશનની અસર

Read More

Trending Video