Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

June 28, 2024

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો.

રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સાબરકાંઠના પોશીનામાં 46 મીમી, દાંતીવાડામાં 42 મીમી, ઉમરગામમાં 41 મીમી, ભુજમાં 40 મીમી, નખત્રાણામાં 39 મીમી, ભાવનગરના મહુવામાં 39 મીમી, ભાવનગરમાં 33 મીમી, જેતપુરમાં 31 મીમી, માંડવીમાં 31 મીમી, વાપીમાં 30 મીમી સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

જામનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

જામનગરમાં મેઘરાજાએ બેટીંગ શરુ કરી હતી. છેલ્લા 24 કલાકમાં કાલાવડના મોટા પાંચદેવડામાં સવા ઈંચ વરસાદ, નિકાવામાં એક ઈંચથી વધુ, નવાગામમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે જ જામનગરના વસઈ અને જોડિયાના હડિયાણા-પીઠડ અને બાલંભામાં અડધાં-અડધાં ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા કાલાવડ પર મહેરબાન થયા છે.

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે એટલે કે 28 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 29 જૂને ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 30 જૂને ગુજરાતના નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોNSUI Protest : NSUIના કાર્યકરો પેપર લીકના વિરોધમાં NTA ઓફિસમાં ઘૂસ્યા, ઓફિસને તાળા મારી દીધા

Read More

Trending Video