Gujarat Rain: ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરી આ અપીલ, જાણો સરકારને શું કહ્યું ?

August 28, 2024

Gujarat Rain:ગુજરાતમાં (Gujarat ) અતિભારે વરસાદને (heavy rain)  કારણે જળબંબાકારની (Gujarat Flood) સ્થિતિ જોવા મળી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતા લોકોની સ્થિતિ દયનીયબની છે. ત્યારે આ મામલે આજે પીએમ મોદીએ (PM Modi) પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) સાથે વાતચીત કરી હતી અને સમગ્ર પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો આ સાથે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મદદદની ખાતરી પણ આપવામા આવી છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul gandhi) પણ ગુજરાતની વરસાદની સ્થિતિ અંગે ટ્વિટ કર્યું છે.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને કર્યુ ટ્વિટ

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ગુજરાતમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે ભયંકર જોવા મળી રહી છે. આ આપત્તિમાં જે પરિવારોએ પોતાનાને ખોયા છે, જેમની સંપત્તિને નુકસાન થયું છે. તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત સ્વસ્થ થવાની આશા કરું છું. વધુમાં તેમને કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, તેઓ પ્રભાવિત લોકોની મદદ કરવા રાહત બચાવ કાર્યમાં પ્રશાસનની દરેક પ્રકારે મદદ કરે આ સાથે તેમને સરકારને કહ્યું કે, સરકાર પાસે અપેક્ષા છે કે તેઓ આપત્તિના પ્રકોપને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લે. જેથી અસરગ્રસ્ત લોકો શક્ય તેટલી વહેલી તકે પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ આગળ વધી શકે.મહત્વનું છે કે, રાહુલ ગાંધી હે ગુજરાત તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. ગુજરાતની પિરિસ્થિતિ પર રાહુલ ગાંધી ધ્યાન આપી રહ્યા છે આ સાથે તેમના કાર્યકર્તાઓને પણ આદેશ આપ્યો છે કે, તેઓ પણ લોકોની મદદ માટે આગળ આવે.

ભાજપના નેતાએ તંત્રની પોલ ખોલી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસેલા વરસાદમાં 15 થી વધુ લોકોના મોત થયા છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે વરસાદને કારણે તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ છે તંત્રના પાપે સામાન્ય લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ભાજપના જ નેતાઓ હાલ વરસાદને કારણે સર્જાયેલ પરિસ્થિતિ અંગે તંત્રને આડેહાથ લઈ રહ્યા છે.અમરેલી જિલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ ભરત કાનાબારે નવા બનેલા રસ્તાઓ પર ભુવા પડે અને તુટી જાય તેને લઈને સરકારી બાબુઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે સવાલ પણ કર્યા હતા કે, કોન્ટ્રાક્ટરો દંડ કરવામાં આવેછે પણ સુપર વિઝન કરતા કર્મચારીઓ અને એન્જીનીયરો દંડ કેમ નથી થતો આમ ભરત કાનાબારે તંત્રને આડેહાથ લેતા જે સવાલો કર્યા છે. આ ટ્વિટમાં તેમને પીએમ મોદી , અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલને પણ ટેગ કર્યા છે. ત્યારે આ ટ્વિટ જોયા બાદ ભાજપ સરકાર જાગે છે કે નહીં કે તે જોવું રહ્યું…

આ પણ વાંચો : Rajkot: ઉપલેટા તાલુકાના નિલાખા ગામે પાણીમાં ફસાયેલ વ્યક્તિનું SDRF ટીમ દ્વારા રેસ્ક્યું

 

Read More

Trending Video