Gujarat Rain: Gujarat માં મેઘરાજાએ મચાવી તબાહી, PM Modi એ CM Bhupendra patel સાથે કરી વાત

August 28, 2024

Gujarat Rain: છેલ્લા બે દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં ગુજરાતમાં (Gujarat) જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલે 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લા અને દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલ તારાજી અગે વડાપ્રધાન મોદીએ  ( PM Modi) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) સાથે ટેલિફોનિક વાત કરી હતી અને રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સહાય આપવાની ખાતરી પણ આપવામા આવી છે.

PM નરેન્દ્ર મોદીએ સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારે વરસાદ બાદ સમગ્ર સ્થિતિ અંગે આજે બુધવારે ટેલિફોનિક વાતચીત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે એક્સ પર પૉસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. તેમને લખ્યુ કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.

આ પણ વાંચો :  BJP Bangal Bandh:પશ્ચિમ બંગાળમાં બંધ વચ્ચે હિંસા, ભાજપ નેતા પર થયો ગોળીબાર

Read More

Trending Video