Gujarat Rain:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 218 તાલુકામાં વરસાદ,સૌથી વધુ માંડવીમાં વરસાદ ખાબક્યો

August 30, 2024

Gujarat Rain: ગુજરાતમાં (Gujarat) ચોમાસાએ (Monsoon) ભારે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદને કારણે અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છ (Saurashtra – Kutch) અને દક્ષિણ ગુજરાતમાં આ સાથે મધ્ય ગુજરાતના વડોદરામાં (Vadodara) તો વરસાદે ભારે તારીજી સર્જી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરવામા આવે તો રાજ્યમાં 24 કલાકમાં 218 તાલુકામાં મેઘરાજાએ બેટીંગ કરી છે જેમાં સુધી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Gujarat Rain

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?

મળતી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જે બાદ કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ, ભેંસાણમાં બે ઈંચ, લોધિકામાં પોણા બે ઈંચ, નખત્રાણામાં પોણા બે ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ, ચુડામાં દોઢ ઈંચ, ચોટીલા,ધોલેરામાં સવા સવા ઈંચ, દાંતીવાડામાં સવા ઈંચ, ભિલોડામાં સવા ઈંચ, ચીખલીમાં સવા ઈંચ, પોશીના, સુબીરમાં એક એક ઈંચ, બોડેલી, બેચરાજીમાં એક એક ઈંચ, સરસ્વતી, ઈડર,મોરબીમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સિઝનનો કેટલા ટકા વરસાદ નોંધાયો ?

ગુજરાતમાં સિઝનનો 109 ટકા નોંધાયો વરસાદ, 154 ટકા સાથે કચ્છમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં સિઝનનો 123 ટકા, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 110 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 104 ટકા, તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો 86 ટકા નોંધાયો વરસાદ મહત્વું છે કે, ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ભરે વરસાદની આગાહીની સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. જેના કારણે તંત્રએ લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે.

આ પણ  વાંચો :  Vadodara: મુખ્યમંત્રીની મુલાકાત વખતે સબ સલામત અને ગુડ વર્ક બતાવતા તંત્રએ પહેલા જ આટલી કાળજી રાખી હોત તો લોકોના રોષનો સામનો ના કરવો પડ્યો હોત..!

Read More

Trending Video