Gujarat Rain : ગુજરાતમા (Gujarat) છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં પૂર (Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashra) પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જામનગર (Jamnagar) શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે.જ્યારે જામખંભાળિયામાં (Jamkhambhadiya) સવારે છ સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે.
Rajkot Heavy Rain : પોલીસના જવાનોનું પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન#RajkotRain #HeavyRainAlert #rescueOparation #nirbhaynews pic.twitter.com/UQlc3WaSJV
— Nirbhaynews (@nirbhaynews1) August 27, 2024
જામ ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ
ભારે વરસાદને પગલે જામ ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ સાથે જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે બંને તાલુકામાં 13- 13 ઈચ વરસાદ નોધાયો છે. આ સાથે દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10 ઇંચ વરસાદ નોધાયો છે.
Gujarat Heavy Rain : જામનગરમાં રમકડાંની જેમ તણાઇ પોલીસ ચોંકી!#Jamnagar #PoliceStation #viralvideos #nirbhaynews #heavyrainfall #GujaratFloods pic.twitter.com/nXMFzmQzUR
— Nirbhaynews (@nirbhaynews1) August 27, 2024
જામનગર અને રાજકોટમાં 10 ઈંચથી વધુ વરસાદ
જામનગરના કાલાવડમાં પણ આખી રાત વરસાદ વરસ્યો છે સવારે 6 સુધીમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. લોધીકામાં પણ આખી રાત વરસાદ આવતા સવાર સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે .
જામનગરમાં પાણીના પ્રવાહ વચ્ચે થાંભલા પર ફસાયેલા યુવકનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયુ
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એક યુવક થાંભલા પર ચડી ગયા હતા .આ અંગે જાણ થતાં સાંસદ પૂનમબેન માડમ ઘટના સ્થળ પર પહોચ્યા હતા. કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇ રેસ્ક્યુ કરી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Amreli : અમરેલીમાં અવિરત વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ