Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદનું જોર, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વરસાદ બનશે વિઘ્ન

July 6, 2024

Gujarat Rain Forecast : હવામાન વિભાગે ગુજરાત (Gujarat Rain Forecast)માં વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સરક્યુલેશન (Cyclonic Circulation) અને એક્ટિવ ટ્રફના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગ વતી વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

રથયાત્રાને દિવસે કેવું રહેશે વાતાવરણ ?

ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જુલાઈના રોજ ગુજરાતના અમદાવાદમાં નીકળશે. હવામાન વિભાગે આ દિવસે પણ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાનશાસ્ત્રી રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે,આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે અને રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. 6 જુલાઈની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોRahul Gandhi : રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા ગુજરાત પોલીસ એક્શનમાં, જેલમાં બંધ કાર્યકર્તાઓએને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Read More

Trending Video