Gujarat Rain Forecast: ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ , જુઓ તમારા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ

August 29, 2024

Gujarat Rain Forecast: ગુજરાતમાં ( Gujarat) મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર મચાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ ( Rain) પડવાને કારણે લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ (Red alert) જાહેર કર્યું છે.

આજે ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં (Kutch-Saurashtra) 3 કલાકમાં ધોધમા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જૂનાગઢમાં પણ ભારે પવન સાથે 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સુરેંદ્રનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ વરસશે. દીવ, બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે.

વરસાદને કારણે 26 લોકોએ ગૂમાવ્યો જીવ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે તારાજી સર્જી છે. ગુજરાતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 19 લોકોના મોત થયા છે. આ રીતે ત્રણ દિવસમાં વરસાદના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે.આ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Kolkata Doctor Rape-Murder Case: ‘બસ હવે બહુ થયુ,ક્યાં સુધી ભૂલતા રહીશું?’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થયા ગુસ્સે

Read More

Trending Video