Gujarat Rain forecast: ગુજરાતમાં (Gujarat) હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની કળકળતી ઠંડીની વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં હાલ (gujarat) હવામાન વિભાગની (weather department) આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા માવઠું પડ્યું હતું. જેમાં બનાસકાંઠા, અમદવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે સતત ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદથી ધરતીપુત્રોને નુકસાનની ભીતિ
મળતી હવામાન વિભાગની આગાહી મુજબ ડીસામાં કમોસમી વરસાદી છાંટા પડ્યાં હતા. વાતાવરણમાં પલટો આવતા ઘનઘોર વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા.ડીસા બાદ દાંતીવાડાના પાંથાવાડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.ત્યારે કમોસમી વરસાદી છાંટા આવતા ખેડૂતોની ચિંતા વધી છે. એરંડા રાયડો બટાકા જીરુ ઇસબગુલ ઘઉં સાહિતના પાકોને નુકસાન થશે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આજે રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ ઓલર્ટ જાહેર કર્યું છે.જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત માટે આજનો દિવસ ભારે
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા 28 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજનો દિવસ સૌથી ભારે હોવાનું કહેવામા આવી રહ્યું છે. આજે રાજ્યના 22 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, જાણો કોલ લેટર ક્યારથી ડાઉનલોડ કરી શકાશે