જતા-જતા મેઘરાજા મન મૂકીને વરસ્યા ! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં નોંધાયો વરસાદ

October 16, 2024

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસાની (monsoon) વિદાય થઇ હોવા છતા વરસાદ (Rain) હજુ જવાનું નામ લેતો નથી.હજુ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતમાં (Gujarat) છેલ્લા સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ હજુ પણ આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની શક્તા છે.

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો ?

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે જે બાદ રાજકોટના લોધિકામાં દોઢ ઈંચ વરસાદ અને ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ 10 તાલુકામાં અડધા ઈંચથી લઈને ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

આજે ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી ?

રાજયમાં હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે.જેમાં હવમાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજની વાત કરવામા આવે તો આજે 11 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સુરત,નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.

રાજ્યમાં ડેમોની સ્થિતિ

મહત્વનું છે કે, રાજ્યમાં સરેરાશ વરસાદ વરસતા 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. તેમજ રાજ્યના 185 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. તેમજ 163 ડેમ 90 ટકાથી વધુ ભરાયેલા છે. 10 ડેમ 80થી 90 ટકા ભરાયેલા છે. અને 12 ડેમ 70થી 80 ટકા ભરાયેલા છે.

આ પણ વાંચો :  Manipur Violence : પહેલીવાર મેઇતેઇ, કુકી અને નાગા સમુદાયના ધારાસભ્યો દિલ્હીમાં મળ્યા, મતભેદો પર કરી ચર્ચા

Read More

Trending Video