Gujarat Rain forecast : ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉપલેટામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

July 22, 2024

Gujarat Rain forecast : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast) મુજબ સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદે ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ  (heavy rainfall) ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના (Valsad) ઉમરગામમાં (Umargam ) 8.2 ઈંચ નોંધાયો છે આ સાથે સુરતમાં (Surat) પણ મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આજે પણ રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકાળ

સુરત શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા જેના કારણે SMCની ટીમ પાણીના નિકાલ માટે કામે લાગી હતી. શહેરમાં પાંચ ઈંચ કરતા વધારે વરસાદ પડી ગયો છે. ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમા રજા જાહેર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદને પગલે અહીં જળબંબાકારની સ્થિતિ સર્જીઈ હતી.

આજે ક્યા જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગે આજે રાજ્યના 9 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગ તેમજ રાજકોટ, જામનગર, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમજ દાહોદ, વડોદરા અને સુરેન્દ્રનગર, મોરબી તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon Session 2024: આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ, આ મુદ્દાઓ પર હોબાળો થવાની શક્યતા

Read More

Trending Video