Gujarat Rain Forecast: જુન મહિનામાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો, જુલાઈમાં કેવો રહેશે વરસાદ ?

July 1, 2024

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસું (Monsoon) હવે ધીરે ધીરે જામી રહ્યું છે. જુન મહિનામાં આગાહી ( predicted) મુજબ વરસાદે ( rain) મોટા ભાગના જિલ્લાઓને આવરી લીધા છે. જો કે તેમ છતા ગયા વર્ષ કરતા આ વર્ષે જુન (Jun) મહિનામાં વરસાદ ઓછો નોંધાયો છે. આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami)આગાહી કરતા જણાવ્યું છે કે, આ વર્ષે જુન મહિનામાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ સાથે જુલાઈમાં (July) વરસાદ કેવો રહેશે તે અંગે પણ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીની વરસાદને લઈને આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગાહી મુજબ ચોમાસાએ જુન મહિનામાં લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને કવર કરી લીધા છે. છતા પણ અમુક વિસ્તારો હજુ વાવણીથી વંચિત છે. ચાલું વર્ષે 98 ટકાથી લઈને 108 ટકા સુધી વરસાદ નોંધાશે પણ ખાસ વાત છે કે, જુન મહિનામાં રેગ્યુલ કરતા 42 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જો કે જરુરી નથી કે આ ઘટ રેગ્યુલર ચાલે. જો જુલાઈ મહિનામાં વઓધારે વરસાદ પડ્ તો લેવલ બરાબર થઈ જાય.

જુલાઈ મહિનામાં વરસાદ કેવો રહેશે ?

વધુમાં તેમણે કહ્યું કે જુલાઈ મહિનો વરસાદ માટે ખુબ સારો માનવામા આવી રહ્યો છે. કેમકે નૈરુત્યના ચોમાસા માટે તમામ પરિબળો બને છે.એટલા માટે જુલાઈ મહિનામાં ખુબ સારો વરસાદ નોંધાશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : Ahmedabad Accident : અમદાવાદમાં કાર ચાલકો બેફામ, 200 કીમીની ઝડપે ફોર્ચ્યુનરનો અકસ્માત, 3ના મોત એક ગંભીર

Read More

Trending Video