Gujarat Rain forecast: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંચ પરેશ ગોસ્વામીએ ( Paresh Goswami) પણ આગામી દિવસોમાં ગુજરાતમા વરસાદ કેવો રહેશે તેને લઈને મહત્વની આગાહી કરી છે.
વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, આગામી એક અઠવાડિયું ગુજરાતમાં સારો વરસાદ પડવાની શકયતા છે. ઘણા વર્ષ પછી પ્રથમ વખત બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંન્ને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ સક્રિય થયું છે. અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે સાયક્લોનિક સર્ક્યુકેશન ખંભાતના અખાતની આસપાસ છે. અને ધીમે ધીમે આજથી એટલે કે, 22, 23 અને 24 તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા છે.
બે સિસ્ટમના મર્જ થવાને કારણે 24 થી 25 તારીખે ભારે વરસાદની શક્યતા
વધુમાં તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર 24 અને 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુકેશન નબળુ પડશે અને શિયરજોનમાં પરિવર્તીત થશે અને બંગાળની ખાડીનું લો પ્રેશર આવે છે તેની સાથે મર્જ થશે ત્યારે આ બે સિસ્ટમના મર્જ થવાને કારણે 22 થી 24 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે 24 થી 25 તારીખ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડવાની શક્યતા
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બે સિવધુમાં તેમણે જણાવ્યું કે, સ્ટમ સક્રિય થતા ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડવાની શક્યતા છે. મોટા ભાગના વિસ્તારોમાં 5 થી 7 ઈંચ વરસાદ અને રાજ્યના 50 ટકા કરતા પણ વધારે વિસ્તારોમા્ 9 ઈંચ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : Andhra Pradesh ની ફાર્મા કંપનીમાં વિસ્ફોટની ઘટનામાં 17 લોકોના મોત, PM મોદીએ શોક વ્યક્ત કરતા સહાયની કરી જાહેરાત