Gujarat Rain forecast : ગુજરાતમાં (Gujarat ) છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ (Rain) વરસી રહ્યો છે.એવુ લાગી રહ્યું છે કે, હવે ચોમાસું (Monsoon) ધીમુ પડ્યું છે. ખેડૂતો (farmer) હાલ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છે પરંતુ ઓગસ્ટ મહિનામા ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં ખુબ સારા વરસાદ પડવાનો છે. પરંતુ હાલ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડી સુપૂર્ણ પણે નિષ્ક્રિય જોવા મળી રહી છે. હાલ ગુજરાત પર કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. એટલા માટે હાલ ગુજરાતમાં વધારે ભારે વરસાદની શક્તા નથી અમુક જગ્યાએ છુટા છવાયા ઝાપટાં પડી શકે છે. અત્યારે જે પ્રમાણે સિસ્ટમ જોવા મળી રહી છે તે પ્રમાણે ગુજરાતમાં 17 અને 18 સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી. અને 17 અને 18 ઓગસ્ટ આસપાસ એક કરંટ આવશે અને વરસાદી સિસ્ટમ બનાવવાની શરુઆત થશે. એટલે 17,18 અને 19 થી લઈને 21 તારીખ સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 17 થી 19 સુધીમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ રાજ્યના ઘણાબધા જિલ્લાઓને આ વરસાદનો લાભ મળશે. આ દરમિયાન સામાન્યથી મધ્ય વરસાદ પડશે.
આ તારીખ સુધીમાં ભારે વરસાદની શક્યતા
વધુમાં તેમણે કહ્યું કે, 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધીમાં અરબ સાગર સક્રિય થશે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સિસ્ટમ સક્રિય બનશે. આ વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે 22 ઓગસ્ટથી લઈને 30ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે. અને અમુક જગ્યાએ અતિવૃષ્ટી જેવો પણ માહોલ જોવા મળશે. 22 થી 30 ઓગસ્ટ સુધીમાં વરસાદ ગુજરાતના 75 ટકા વિસ્તારને આવરી લેશે. અને સારવ્ત્રિક રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
આ પણ વાંચો : Kolkata Doctor Rape Murder Case: કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ CBI ને સોપાઈ