Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આજે આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

September 2, 2024

Gujarat Rain Forecast: તાજેતરમાં ગુજરાતમાં વરસેલા વરસાદે (Gujarat Raibn) વિનાશ વેર્યો છે. કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની પાણી ઓસર્યા નથી. ત્યારે આજથી રાજ્યમાં ફરી એક વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ શહેરોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Forecast
Gujarat Rain Forecast

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ ખાબક્યો ?

મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં અઢી ઈંચ નોંધાયો છે. જે બાદ છોટા ઉદેપુર અને નસવાડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.આ સાથે 15 તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : Vadodara : વડોદરાની જનતા હવે રાજકીય પક્ષના નેતાનું મોઢું સુધ્ધા જોવા માગતી નથી ! હવે લોકોએ MLA કેયુર રોકડિયાને પણ ભગાડ્યા!

Read More

Trending Video