Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને (Rain) લઈને હવામાન વિભાગે (Meteorological Department) મોટી આગાહી (Forecast) કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઇને આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી શકયતાઓ છે.ત્યારે ભારે પવનની શક્તાને પગલે હવામાન વિભાગે માછીમારોને દરયો ન ખેડવા માટે સુચના આપી છે.
આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આજની વાત કરવામા આવે તો આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ,દાહોદ,વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, તાપી, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી,દમણ, કચ્છ, સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ,અમરેલી,ભાવનગર,મોરબી, દ્વારકા, દીવ,સોમનાથ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : Rajkot: JP Nadda ની ઉપસ્થિતીમાં BJP ની તિરંગા યાત્રાની શરુઆત, બીજેપીના અનેક મોટા નેતાઓ રહયા હાજર