Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

July 10, 2024

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં પણ યેલો એલર્ટ છે. જેના કારણે અહીં ભારે વરસાદની શક્યતા છે.

ગઈ કાલે આ વિસ્તારોમાં મેઘમહેર થઈ

મહત્વનું છે કે, ગઈ કાલે રાજયના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. આ સાથે વરસાદની વચ્ચે જામનગર જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર વીજળી પડતા ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી.

આજે આ વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા બોલાવશે

હવામાન વિભાગે આજે આજે 13 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ચાર , મધ્ય ગુજરાતના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે આ સાથે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :  UP Bus Accident: ઉન્નાવમાં મોટો માર્ગ અકસ્માત, 18 મુસાફરોના મોત,20થી વધુ ઘાયલ

Read More