ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

October 14, 2024

Gujarat Rain Forecast: ગુજરાતમાં  (Gujarat) જતા જતા પણ મેઘરાજા જોરદાર બંટીંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological department) જણાવ્યા મુજબ અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે આ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

આગામી 24 કલાક આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. ત્યારે આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. જેના કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

ચોમાસુ ક્યારે વિદાય લેશે ?

વધુમાં હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતુ કે, આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. આ સાથે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું સત્તાવાર વિદાય લે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે.

આ પણ વાંચો :  surat : 210 કિલોના યુવાને આત્મહત્યાનો કર્યો પ્રયાસ, ફાયર બ્રિગેડ અને પોલીસે મહામુસીબતે ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો

Read More

Trending Video