આજે આ વિસ્તારમાં તાંડવ મચાવશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

September 3, 2024

Gujarat Rain Forecast: તાજેતરમાં ગુજરાતમાં વરસેલા વરસાદે (Gujarat Rain) વિનાશ વેર્યો છે. કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની પાણી ઓસર્યા નથી. ત્યારે આજથી રાજ્યમાં ફરી એક વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ શહેરોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામા આવી છે. એક સાથે 4 સિસ્ટમ સ્કિરય થતા રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આજે કુલ 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. IMD ના જણાવ્યા પ્રમાણે ડિપ્રેશન, શીયર ટ્રફ, મોનસૂન ટ્રફ શીયર ઝોન નામની ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આજે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે કુલ 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા સુરત અને ભરૂચમાં અત્યંત ભારે વરસાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામા આવ્યું છે. જ્યારે ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Vadodara: ભાજપના નેતાઓને જોઈને લોકો ભડકી ઉઠે છે ત્યારે હર્ષ સંઘવી કહી રહ્યા છે ‘આ તો તેઓ અમને પોતાના માને છે એટલે…’

Read More

Trending Video