Gujarat Rain Forecast : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની IMD ની આગાહી, આ રાજ્યોને ઘમરોળશે મેઘરાજા

July 1, 2024

Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. આજે પણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવે આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. સક્રિય ચોમાસાને કારણે આગામી 1લી જુલાઈથી 4 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી (Gujarat Rain Forecast) કરી છે.

ક્યાં જિલ્લાઓમાં મેઘરાજા થશે મહેરબાન ?

IMD બુલેટિન મુજબ, 1લી જુલાઈએ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અને નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

દરમિયાન, ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વાવાઝોડાં અને 30-40 કિમી/કલાકની સપાટી પરના પવનની ઝડપે (ઘુમ્મર સાથે) હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

2જી જુલાઈના રોજ, દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

3જી જુલાઈના રોજ, દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

4ઠ્ઠી જુલાઈના રોજ, ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોGujarat Heavy Rain : સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, વહેલી સવારથી જ જામનગર, દ્વારકા સહીત અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ

Read More

Trending Video