Gujarat Rain Forecast: ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા (jagannath rathyatra) આગામી 7 જુલાઇના રોજ નીકળવાની છે. ત્યારે બીજી તરફ વરસાદી(Rain) માહોલ છવાયો છે.ત્યારે રથયાત્રા (rathyatra) દરમિયાન હવામાન (weather) કેવુ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી (prediction) કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે.
આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ગાજવી સાથે વરસાદની શક્તતા છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમા પણ વરસાદની શક્યતા છે. જેમા 7 તારીખ સુધીમાં વરસાદનું જોર વધી શકે જેમાં દક્ષિણ અને મધ્યના ભાગોમાં વરસાદ રહેશે. અમદાવાદમાં છુટોછવાો વરસાદ પડશે.
8થી 14જૂલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી
6 અને 7તારીખમાં હવાના હળવા દબાણના કારણે 8થી 14જૂલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર ભવનગર જૂનાગઢ અમરેલી થી ભારે વરસાદ આવી શકે છે. 11જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. તેમજ પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
આ તારીખ સુધીમાં રાજ્યમાં પુરની સ્થિતિ જોવા મળશે
15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે જેના કારણે લગભગ મુંબઈના ભાગોમાં 17,18 અને 19 માં વરસાદ આવી શકે છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.
રથયાત્રાના દિવસે વાતાવરણ કેવું રહેશે ?
વધુમા તેમણે રથયાત્રામાં વાતાવણ કેવું રહેશે તેને લઈને કહ્યું કે, રથયાત્રા દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે વાયુનુ પ્રમાણ વધારે હશે તેમજ વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો : PM Modi Meets Indian Cricket Team: PM Modiએ વિશ્વ વિજેતા ખેલાડીઓનું ખાસ અંદાજમાં કર્યું સ્વાગત