Gujarat Rain forecast: છેલ્લા બે દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં ગુજરાતમાં જળબંબાકારની (Gujarat Floods) સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી વડોદરા, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આજે ગુજરાતમાં 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
આજે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામા આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેતી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવસલ્લી. મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામા આવ્યું છે.
પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની ચેતવણી છે. આ સાથે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામા આવી છે. ગુજરાતમાં આજે પવનની ગતિ 55થી 65 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.