Gujarat Rain Forecast : રાજ્યમાં ચોમાસુ (Monsoon) બેસી ગયું છે ત્યારે હાલ રાજ્યમા વરસાદી (rain) માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છુટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ત્યારે હવામાાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામા આવી છે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામા આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવે જયારે નૈઋત્યના ચોમાસાએ દસ્તક આપી છે. ત્યારે આગામી 4 દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ આજે ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
16 જૂનના દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જયારે 17 જૂનના દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર પંથકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન#weather #WeatherUpdate #gujarattitans
DAY 1-4 pic.twitter.com/xtILx0JJOJ— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 15, 2024
વધુમાં 18 જૂનના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સહીત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 19 જૂનના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ ખાબકી શકે છે.
ભારે વરસાદ ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate
DAY-5 pic.twitter.com/aPL1M7J1D4— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 15, 2024
આ પણ વાંચો : ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદનું આગમન, વાતાવરણમાં પ્રસરી ઠંડક