Gujarat Rain Forecast : રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે (Weather Department) જણાવ્યું કે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અમદાવાદમાં આજે ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ ભરૂચ, વલસાડ અને નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ થયો છે.
ભારે વરસાદ ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate pic.twitter.com/mQ7HXXxgeE
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 7, 2024
ગાંધીનગર, મહેસાણા સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ
આ સાથે હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થશે.