Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર (Rain)જોવા મળી રહી છે. હાલ મેઘરાજાએ મધ્ય-દક્ષિણ ગુજરાતને (Central-South Gujarat)
ઘમરોળતા ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે. આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના નવ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.અહીં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
આજે ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા વરસાદ વરસી શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરવામા આવે તો દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં મંગળવારથી અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
આ પણ વાંચો : BJP Gujarat : એક વ્યક્તિ એક હોદ્દાનો નિર્ણય આપણે કર્યો હતો,અન્ય કોઈને જવાબદારી સોંપો : સી આર પાટીલ