Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની આગાહી (Gujarat Rain Forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આજે 10 જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. આ 10 જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
10 જિલ્લાઓમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
11 જૂનથી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે, જે અત્યાર સુધી આગળ વધીને મહેસાણા પહોંચ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની આગાહી (Gujarat Rain Forecast) છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ગીર સોમનાથ, કચ્છ, દ્વારકા, ભાવનગર, અમરેલી, જામનગરમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
13 જિલ્લાઓમાં યેલો એલર્ટ આપ્યું
11 જૂનથી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે, જે અત્યાર સુધી આગળ વધીને મહેસાણા પહોંચ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની આગાહી છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surendranagar : સુરેન્દ્રનગરમાં કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટિને લઇ કાર્યવાહી, 285 એકમોને નોટિસ પાઠવી