Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

July 4, 2024

Gujarat Rain Forecast:રાજ્યમાં હવે ચોમાસું (Monsoon) બરાબરનું જામ્યું છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણા (Mahesana) જિલ્લાના કડીમાં (kadi) સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ સાથે સાબરકાંઠામાં sabarkantha) વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, હિંમતનગરમાં 2 ઈંચ, તો પ્રાંતિજમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.ભરૂચના હાસોટ અને નેત્રંગમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામા આવી છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપાવામા આવી છે.

આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સર્જાયેલા સાયકલોનિક સર્કયુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ , દમણ અને દાદરાનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી પાંચ દિવસ 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતાને પગલે માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે.

અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી રાજ્યમાં 20 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29 ટકા..કચ્છમાં 25 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 21 ટકા વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો :  T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું થયું જોરદાર સ્વાગત, જુઓ Photos

Read More

Trending Video