Gujarat Rain Forecast: રાજ્યમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું નવુું અપડેટ્સ આપ્યું

July 31, 2024

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની  (Meteorological Department )નવી આગાહી (forecast) સામે આવી છે. ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટાછવાયા વરસાદની (rain) આગાહી કરવામા આવી છે તેમજ બે દિવસ બાદ રાજયમાં ભારે વરસાદી આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની નવી આગાહી

અમદાવાદ હવામાન વિભાગે અગામી છ દિવસ રાજયમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે 2 થી 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 ઓગસ્ટે ડાંગ , નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

 3 અને 4 ઓગસ્ટે આ વિસ્તારમાં વરસાદની આગાહી

3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં 3 ઓગસ્ટે નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ,નવસારી, વલસાડ,તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 4 ઓગસ્ટે અમરેલી,ભાવનગર,ગીરસોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.આ સાથે હવામાન વિભાગ દ્વારા માછીમારોને અગામી પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો :  Puja Khedkar ને UPSC એ નોકરી પરથી હટાવી દીધી, પરીક્ષામાં બેસવા દેવા પર પણ પ્રતિબંધ

Read More

Trending Video