Gujarat Rain Forecast : વહેલી સવારથી ગુજરાતના વાતાવરણનો પલટો , આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

May 4, 2025

Gujarat Rain Forecast : હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહી સાચી ઠરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમજ આ કાળઝાળ ગરમીની વચ્ચે આજે વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની એન્ટ્રી પણ થઈ ગઈ છે તો વળી કેટલાક જિલ્લાઓમા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરી છે.

રાજ્યમાં હવામાન વિભાગે યલો એલર્ટ કર્યું જાહેર

આજથી આઠ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોના માથે ભર ઉનાળે માવઠાનું સંકટ ઉભુ થયું છે.

વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કરી જમાવટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી ,સવારે પાલનપુર, અંબાજી, અરવલ્લી , મહેસાણા, સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain Forecast

કઈ તારીખે ક્યા જિલ્લામાં પડશે વરસાદ

4 મે, 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે.

5 મેના રોજ મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, કચ્છ, મોરબી, પાટણ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

6 મે, 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, નૌકાદરા, નૌકાદરા, બોટાદમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે. તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ

7મી મે 2025ના રોજ, કચ્છના મોટાભાગના સ્થળો તેમજ બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે.

8 મે, 2025 ના રોજ, કચ્છના મોટાભાગના ભાગો તેમજ મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. ભારે પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી

Read More

Trending Video