હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં માવઠું આવશે

April 30, 2025

Gujarat Rain Forecast : રાજ્યમા એક તરફ ભીષણ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામા આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામા આવી છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી

પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તેમના જણાવ્યા મુજબ 3 મે 2025 થી 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમા ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડી શકે છે અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે.

આ તારીખથી રાજ્યમાં માવઠું આવશે

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં 1 થી 2 મે બે દિવસ40 થી 45 ડિગ્રી તાપમાન રહેશે, 3 તારીખથી તાપમાનમાં આશિંક રાહત મળે તેવી શક્યતા છે. 3 મે 2025 થી 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તીવ્ર માવઠુ થાય તેવી શક્યતા છે. તેમજ અમુક જગ્યાએ કરા પડવાની પણ આગાહી છે. મોટા ભાગના વિસ્તારોમાં બપોર પછી માવઠું આવવાની શક્યતા છે. સૌથી વધુ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટમાં તીવ્રતા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 3 અથવા 4 તારીખથી માવઠા પડવાની શરુઆત થઈ જશે.

આ કારણે ભર ઉનાળે પડશે કમોસમી વરસાદ

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે,  અરબ સાગરમાં મજબુત એન્ટી સાયક્લોન સિસ્ટમ સક્રિય છે. તેમજ દક્ષિણ પાકિસ્તાન પર પણ સાયક્લોન સરક્યુલેશન બનેલું છે. અને ઉત્તર ભારત પરથી એક બાદ એક ડબલ્યુ ડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે.

આ પણ વાંચો :  શરમ કરો નેતાઓ ! પહેલગામના મૃતકોની શ્રદ્ધાંજલિ સભામાં ભાજપ-આપના કાર્યકરો સામ સામે આવી જતા હોબાળો

Read More

Trending Video