Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (monsoon) વિદાય છતા મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી લાગતા. હવામાન વિભાગ દ્વારા વરસાદના વધ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે અંબાલાલ પટેલે પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
હવામાન વિભાગ દ્વારા 20મી ઓક્ટોબરે ડાંગ, તાપીમાં ભારે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.21મી ઓક્ટોબર ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, અમરેલીમાં ભારેથી હળવા વરસાદ પડી શકે છે. આ સાથે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કરી વાવાઝોડા સાથે આગાહી
હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે પુણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યના હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવઝોડું સર્જાઈ શકે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ 100થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે.જેની સુધી અસર ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાના કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : Rahul Gandhi Visit Jharkhand: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રાંચી જશે,બંધારણ સન્માન સંમેલનને સંબોધશે