Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 113 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોનો વારો

September 7, 2024

Gujarat Rain Forecast: વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત (Gujarat ) સહીત દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જમાવટ કર્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં બેટીંગ શરુ કરી છે. શુક્રવારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને જળબંબાકાર કર્યા બાદ આજે મેઘાની સવારી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે.ત્યારે

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે ખાસ કરીને આજે દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ , દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે .

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરવામાં આવે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 113 તાલુકામાં પડ્યો વરસાદ વરસ્યો છે. જેમાં માણસામાં 2.99 ઇંચ, દહેગામમાં 2.83 ઇંચ, નાંદોદ 2.32 ઇંચ, કપડવંડ 2.09 ઇંચ, સિનોર 1.97 ઇંચ, ગરુડેશ્વર 1.65 ઇંચ, કપરાડા 1.57 ઇંચ અને જેસર 1.14 ઇંચમાં ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે માણસામાં 2.99 ઇંચ, દહેગામમાં 2.83 ઇંચ, નાંદોદ 2.32 ઇંચ, કપડવંડ 2.09 ઇંચ, સિનોર 1.97 ઇંચ, ગરુડેશ્વર 1.65 ઇંચ, કપરાડા 1.57 ઇંચ અને જેસર 1.14 ઇંચમાં ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય 73 તાલુકામાં 1 થી લઇને 14 મીમી વરસાદ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : કોંગ્રેસે કાવતરું કર્યું, એક દિવસ કોંગ્રેસને પસ્તાવો થશે..’ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કોંગ્રેસમા જોડાવવા પર ભડક્યા બ્રિજભૂષણ સિંહ

Read More

Trending Video