Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદ પગલે કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિસ્થિતિનો મેળવ્યો તાગ, મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત

August 26, 2024

Gujarat Rain : ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક મેઘમહેર છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક ડેમ અત્યારે ભયજનક સપાટીએ પહોંચ્યા છે તો કેટલાક ઓવફરફલો થઇ રહ્યા છે. જેના લીધે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અત્યારે નાના ગામ હોય કે મહાનગરો દરેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. અને અત્યારે ગુજરાતમાં જયારે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને સાથે જ જરૂર પડ્યે બચાવ અને રાહત કામગીરી માટે વધુ દળોને પણ મોકલવાની વાત કહી છે. આ મામલે મુખ્યમંત્રીએ ટ્વીટ કરી માહિતી આપી હતી.

 

આ પણ વાંચોKolkata Death Case : આરોપી સંજયે ગુનો કબૂલ્યો…બનાવ પહેલાં દારૂ પીધો રેડ લાઈટ એરિયામાં ગયો હતો

Read More

Trending Video