Gujarat Rain : અમરેલીમાં મેઘરાજાએ ફરીથી ધબધબાટી બોલાવી, લીલીયાની બજારોમાં પાણી ભરાયા

June 16, 2024

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની (Monsoon) શરુઆત થતા જ અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં સતત વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના વિવધ વિસ્તારોમાં આજે ફરી વરસાદે ધબધબાટી બોલાવી છે. ભારે બફારા બાદ વરસાદી ઝાંપટુ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Amreli rain

Amreli જિલ્લામાં વરસાદી માહોલ છવાયો

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફીર મેઘરાજાએ અમરેલી જિલ્લાને ઘમરોળું હતું. અમરેલીના બાબરા, લિલીયા સહિતના વિસ્તારોમાં ધબધબાટી બોલાવી હતી.બાબરામાં ગરમીના ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રહાત મળી હતી. ગરમીમાંથી રાહત મેળવા ભુલકાઓએ વરસાદમાં ભીંજવાનો આનંદ મેળવ્યો ત્યારે બીજી તરફ વાવેતર કરેલ પાક પર વરસાદી ઝાપટું પડતાં પાકને નુકસાન થયુ છે. ત્યારે બાબરા સહિત જિલ્લાના અન્ય તાલુકા મથકો પર વરસાદી માહોલ સર્જાયો હતા.

Amreli rain
Amreli rain

લીલીયાની બજારોમાં પાણી ભરાઈ ગયા

બાબરા બાદ લીલીયા પંથકમાં પણ વરસાદ શરુ થયો હતો. લીલીયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. વરસાદને પગલે લીલીયાની બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. લિલીયાના નાના કણકોટ, નાના રાજકોટ સહિતના ગામમો વરસાદે ધબધબાટી બોલાવી હતી. ત્યારે બીજી તરફ ચોમાસાની શરુઆતમાં વરસાદ પડતા લીલીયાના ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે.

જામ ખંભાળીયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ

નોંધનીય છે કે, દ્વારકાના જામખંભાળિયામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. બપોરે 12 થી 4 સુધીમાં ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું.આ સાથે ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ બેકાંઠે થઈ છે. બીજી તરફ વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.જામ ખંભાળીયા સહિત, સુરત, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે.

આ પણ વાંચો :  Rajkot Fire Incident: રાજકોટ મનપાની TP શાખાના 2 અધિકારીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ખોટુ રજીસ્ટર ઉભુ કરવામાં અધિકારીઓની મોટી ભૂમિકા

Read More

Trending Video