અંબાલાલ પટેલની તોફાની આગાહી, ગુજરાતને ધમરોળશે વધુ એક વરસાદી સિસ્ટમ, આ વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભુક્કા

August 31, 2024

Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) તાજેતરમાં વરસેલા વરસાદે ગુજરાતમાં વિશાન વેર્યો છે. ભારે વરસાદને  (heavy rain) કારણે રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. હજુ તો આ પુરના પાણી ઓસર્યા પણ નથી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા વધુ એક ચિંતાજનક આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બરની શરુઆતરમાં જ એક મજબુત સિસ્ટમ ગુજરાતને ઘમરોળશે તેવી આગાહી કરી છે આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, હવે ધીરે ધીરે સાયક્લોન ઓમાન તરફ જાય તેવી શક્યતા છે. એટલા માટે ગુજરાતને રાહત થતી જણાય છે. પરંતુ બીજી એક સિસ્ટમ આવી રહી છે આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા છે. પછી બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. લોપ્રેશર બનતા જશે.ડિપ ડિપ્રેશન બનતા જશે. પણ શરુઆતમાં તારીખ 6 સપ્ટેમ્બરથી 11સપ્ટેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમાં પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જયારે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદનું જોર કેટલું રેહશે ?

વધુમાં અંબાલાલ પટેલે આ વરસાદનુ જોર કેટલું રહેશે તે અંગે જણાવ્યું હતુ કે, આ વરસાદનું પ્રમાણ કોઈ ભાગમાં 6 ઇંચ જેટલું રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવવાની શક્યતા છે. નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. આ સાથે વડોદરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ અતિભારે વરસાદથી નાની નદીઓમાં પુરની શક્યતા છે.

આ પણ વાંચો : Vadodara : જનતાના રોષે સરકારની ઉંઘ હરામ કરી, હર્ષ સંઘવીએ ચાર ઝોનને લઈને રાતભર બેઠકમાં કરી ચર્ચા

Read More

Trending Video