gujarat rain alart: રાજ્યમાં ફરી એક વાર વરસાદી (Rain) માહોલ જામ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા મહત્વની આગાહી (forecast) કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જ્યારે આજે રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે બે જિલ્લામાં રેડ એલર્ટ આપવામા આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે.
ગુજરાતના માથે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
રાજ્યમા ધીમુ પડેલુ ચોમાસુ ફરી એક વાર જામી રહ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.જ્યારે સુરત અને અમરેલીમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.છેલ્લા કેટલાક દિવસથી અમરેલીમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે ફરી એક વાર અમરેલીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે.આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે આ સાથે અન્ય એક ઓફ શોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે જેના કારણે ગુજરામાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરતા જણાવ્યું હતુ કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર 24 અને 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુકેશન નબળુ પડશે અને શિયરજોનમાં પરિવર્તીત થશે અને બંગાળની ખાડીનું લો પ્રેશર આવે છે તેની સાથે મર્જ થશે ત્યારે આ બે સિસ્ટમના મર્જ થવાને કારણે 22 થી 24 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે 24 થી 25 તારીખ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આવતી કાલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આવતી કાલે એટલે કે, શનિવારે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે આ સાથે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાતે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ દમણ,વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામા આવ્યું છે.
આ પણ વાંચો : Kolkata rape-murder case: કોર્ટે આરોપી સંજય રોયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો, લોકોએ કરી ફાંસીની માંગ