Gujarat Rain Alert : કમોસમી વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મેદાની વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હજારો ગામો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. આ દરમિયાન હવામાન વિભાગે પણ ભારે વરસાદને લઈને એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કર્યું છે. ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોન સર્ક્યુલેશન, શીયર ઝોન અને ઓફશોર ટ્રફ ગુજરાત ઉપર સક્રિય છે. પરિણામે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની સ્થિતિ રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાહત કમિશનરે રાજ્યમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો
રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત કમિશનરે જણાવ્યું હતું. રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, SSNNL, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.