Gujarat Rain Alert : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain)નું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ (Gujarat Rain Alert) આપવામાં આવ્યું છે. જેને પગલે આજે ગાંધીનગરથી NDRFની કુલ 7 ટીમ અલગ અલગ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે.

ગાંધીનગરથી 7 NDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી
રાજ્યમાં હાલ વરસાદને લઇ રેડ એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે આજે ગાંધીનગરથી સાવચેતીના ભાગરૂપે કુલ 7 NDRFની ટીમ અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે. જેમાં પહેલા વલસાડ, રાજકોટ, કચ્છમાં વધુ એલર્ટને કારણે ટીમ મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે અન્ય 4 ટીમ ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદામાં ડિપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે પહેલાથી જ NDRFને સતર્ક કરી દેવામાં આવ્યું છે.

28 જૂન સુધી એલર્ટ
- હવામાન વિભાગે 25 જૂને ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
- હવામાન વિભાગે 26 જૂને ગુજરાતના પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે.
- હવામાન વિભાગે 27 જૂને ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 જૂને ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Pavagadh Rain : પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ, ડુંગર પરથી પાણીના ધોધ વહેતા થયા