Gujarat Rain: ભારે વરસાદને કારણે ગુજરાતમાં આ 33 ટ્રેનો રદ, એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઈટ મોડી

August 28, 2024

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને (heavy rain) કારણે 3 દિવસમાં ગુજરાતને જોડતી 33 ટ્રેનો રદ (trains canceled) કરવામાં આવી છે, જ્યારે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. તેમજ ભારે વરસાદને કારણે અમદાવાદના ટર્મિનલ-2ના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એપ્રોનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત અમદાવાદને જોડતી 50થી વધુ ફ્લાઈટ્સ બે દિવસમાં મોડી પડી હતી જ્યારે 3 એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી.

ભારે વરસાદને કારણે મુંબઈને જોડતી ઘણી ટ્રેનો પ્રભાવિત

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પાટા પર પાણી ભરાઈ જવાને કારણે રેલ્વે સેવાઓ મોટા પ્રમાણમાં ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને મુંબઈને જોડતી ઘણી ટ્રેનોને અસર થઈ હતી. હવે આવતીકાલે ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. રૂટ પણ ટૂંકો કરવામાં આવ્યો હતો, પરંતુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એરપોર્ટ પરથી પિકઅપ માટે ડબલ ભાડું વસૂલાયું

સોમવારે ભારે વરસાદના કારણે અમદાવાદમાં પાણી ભરાવાના કારણે એરપોર્ટ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેબ-રિક્ષા ચાલકોએ મુસાફરોને એરપોર્ટ સુધી પહોંચાડવા માટે બમણું ભાડું વસૂલ્યું હતું. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ-2ના ઈમિગ્રેશન વિભાગ સહિત જે વિસ્તારોમાં પાણી પડવાનું શરૂ થયું હતું ત્યાં ડોલ રાખવી પડી હતી. સ્ટેશન પર પાણી ભરાવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બે દિવસમાં કુલ 250 થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ થઈ

જો કે, અમદાવાદ એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ છતાં મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. બે દિવસમાં કુલ 250 થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરસાદને કારણે સોમવારે સાંજે એરપોર્ટ દ્વારા મુસાફરોને વહેલી તકે એરપોર્ટ પહોંચવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.

ટેક ઓફ અને લેન્ડિંગમાં પણ સમસ્યા

દરમિયાન, સોમવાર-મંગળવારના બે દિવસમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને જોડતી કુલ 50 ફ્લાઈટ્સ એક કલાક કરતાં વધુ મોડી પડી હતી, જ્યારે 2 રદ થઈ હતી. સોમવારે સાંજે ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સને કેટલીક મિનિટો સુધી હવામાં ચક્કર લગાવવાની ફરજ પડી હતી, જેના કારણે ટેક-ઓફ અને લેન્ડિંગમાં પણ અવરોધ ઊભો થયો હતો.

વરસાદી પાણી ભરાવાને કારણે નીચેની ટ્રેનો 28.08.2024 ના રોજ રદ કરવામાં આવી

  • 12934/12933 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
  • 09316 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • 82902/82901 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ
  • 22962/22961 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ
  • 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
  • 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
  • 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત SF એક્સપ્રેસ
  • 20947/20950 અમદાવાદ – એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
  • 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • 09328 અમદાવાદ-વડોદરા મેમો
  • 09391 વડોદરા-ગોધરા મેમુ
  • 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 09495/09496 વડોદરા – અમદાવાદ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ
  • 09392 ગોધરા-વડોદરા મેમુ સ્પેશિયલ
  • 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • 09327 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • 09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
  • 09318 આણંદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • 09300 આણંદ-ભરૂચ મેમુ સ્પેશિયલ
  • 09315 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • 09274 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
  • 09280 મથુરા-બયાના મેમુ સ્પેશિયલ
  • 09277 બૈના-યમુના બ્રિજ આગ્રા મેમુ સ્પેશિયલ
  • 09278 યમુના બ્રિજ આગ્રા-બયાના મેમુ સ્પેશિયલ
  • 09279 બયાના-મથુરા મેમુ સ્પેશિયલ
  • 19103 રતલામ-કોટા
  • 19109 કોટા-મથુરા
  • 09161 વલસાડ-વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
  • 09162 વલસાડ-વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
  • 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત SF એક્સપ્રેસ
  • 09079 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલ
  • 09155 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલ
  • 22929/22930 દહાણુ રોડ – વડોદરા – દહાણુ રોડ સુપર ફાસ્ટ એક્સપ્રેસ
  • 09182 છોટા ઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ
  • 09355 પ્રતાપનગર-છોટા ઉદેપુર ડેમુ સ્પેશિયલ
  • 09170 પ્રતાપનગર-એકતા નગર વિશેષ
  • 09108 એકતા નગર-પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
  • 09109 પ્રતાપનગર-એકતા નગર મેમુ સ્પેશિયલ
  • 09110 એકતા નગર-પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
  • 09113 પ્રતાપનગર-એકતા નગર મેમુ સ્પેશિયલ
  • 09114 એકતા નગર-પ્રતાપનગર મેમુ સ્પેશિયલ

આ પણ વાંચો : Gujarat Rain: Gujarat માં મેઘરાજાએ મચાવી તબાહી, PM Modi એ CM Bhupendra patel સાથે કરી વાત

Read More

Trending Video