Gujarat Rain: ગુજરાતમાં (Gujarat) બે દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast ) પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. જો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડાની વાત કરવામા આવે તો છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓ વરસાદ
ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સીઓપરેશન સેન્ટરનાના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગત રાત્રે રાજકોટમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જે બાદ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?
‘
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આજે (27 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મુખ્ય સચિવ રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી