Gujarat Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast ) મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) મેઘરાજાએ ધડબટાડી બોલાવવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ (rainfall) નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેસાણામાં (Mehsana) 7.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને (heavy rains) કારણે મહેસાણાના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘમહેર
હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણામાં 7.4 ઈંચ વરસાદ નોંધાયો છે તો સાબરકાઠાંના પ્રાંતિજમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
આજે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામા આવી છે. જે મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
આ પણ વાંચો : Major train accident in Jharkhand: મુંબઈ-હાવડા મેલની 18 બોગી પાટા પરથી ઉતરી, 3 મુસાફરોના મોત, 30થી વધુ ઘાયલ