Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ ખાબક્યો, પાટણમાં સૌથી વધુ વરસાદ

July 31, 2024

Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) સાયકલોનીક સર્ક્યુલેશન (Cyclonic circulation) રહેતા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch), ઉત્તર ગુજરાતમાં (North Gujarat) અતિભારે વરસાદ (heavy rain ) વરસી રહ્યો છે. જાણકારી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ (Patan), કચ્છ, મહેસાણા (Mehsana) અને બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં પાટણમાં પાંચ ઈંચ કરતા વધારે, સિદ્ધપુરમાં સાડા ચાર ઈંચ, કચ્છના અબડાસામાં સવા ચાર ઈંચ, મહેસાણાના જોટાણામાં સાડા ત્રણ ઈંચ, ખેરાલુમાં સવા ત્રણ ઈંચ, મહેસાણામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો આ સાથે 20 તાલુકા એવા છે જેમાં 2 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ

આજે ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે,જ્યારે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે.

આ પણ વાંચો : Gujarat politics : મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ અને સી આર પાટિલ સાથે કરી મુલાકાત

Read More

Trending Video