Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો અત્યારે પાણીથી તરબોળ બન્યા છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતની જેમ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત બચાવ અને રાહત કામગીરી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે રાહત કમિશ્નર આલોકકુમાર પાંડે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને લઈને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદમાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃત્યુ થયા છે. સાથે જ મળતી માહિતી મુજબ આવતીકાલે પણ અમદાવાદમાં શાળાઓમાં રાજાઓ જાહેર કરવામાં આવી છે.
વધુમાં રાહત કમિશનરે જણાવ્યું કે, આ ઉપરાંત વરસાદથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારીઓ તેમજ પ્રભારી સચિવ પણ જિલ્લા મથકે બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ગુજરાતમાં ડિપ્લોય કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1,696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : Gujarat Heavy Rain Alert : સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન ! આગામી 48 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગની મોટી આગાહી