Gujarat politics: આ વખતની લોકસભાની ચૂંટણીમાં ( Lok Sabha election) પરિણામો ખુબ જ ચોંકાવનારા રહ્યા છે. ભાજપ (BJP) પાર્ટીએ જે પરિણામો ધાર્યા હતા તેવું થયું નહીં. ભાજપ પાર્ટી એકલા હાથે સરકાર પણ બનાવી શકી નથી. આ સાથે રામ મંદિરનો ( Ram temple) એટલો મહત્વનો મુદ્દો હોવા છતા ભાજપ અયોધ્યામાં ( Ayodhya) ખરાબ રીતે હાર્યું છે ભાજપ માટે આ સૌથી મોટો ઝટકો માનવામા આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં બદ્રીનાથમાં (Badrinat)પણ ભાજપ ફટકો પડ્યો છે. આ દર્શાવે છે ભાજપને ધાર્મિક મુદ્દાઓ ચૂંટણીમાં ફળ્યા નથી. ત્યારે આ મામલે ગુજરાતમાં (Gujarat) ભાજપની જીતની હેટ્રિકનું સપનું રોળી નાખનાર ગેનીબેન ઠાકોરએ (Ganiben Thakor) આ મામલે ભાજપને બરાબરની આડેહાથ લીધી છે.
ગેનીબેન ઠાકોરએ ભાજપને આડેહાથ લીધી
ગેનીબેન ઠાકોરએ ભાજપને આડેહાથ લેતા કહ્યુ કે, ભાજપ પાર્ટીનો દશકો હવે પુરો થઈ ગયો છે. રામનું નામ લઈને નિકળ્યા હતા પરંતુ અયોધ્યા તો ન જીત્યા પરંતુ અયોધ્યાની 100 કિલોમીટરમાં જેટલા એરિયા આવતા હતા ત્યાં પણ ભાજપ પાર્ટી જીતી શકી નથી. હમણા બદ્રીનાથમાં પરિણામ આવ્યું તો તેમાં પણ હાર્યા. હવે રામ પણ તેમનાથી નારાજ છે અને ભગવાન શંકર પણ તેમનાથી નારાજ છે. જ્યારે રામના નામે રાજનીતિ થતી હોય ત્યારે કુદરત પણ જોતી હોય છે. એટલે હવે જે શરુઆત થઈ છે ત ખુબ સારા પ્રમાણમાં થઈ છે. અને આવનાર સમયમાં તેને ટકાવી રાખજો. હિમ્મત રાખજો અને કોઈનાથી ડરતા નહીં. જે અન્યાય સામે લડે છે તેને ભગવાન પણ મદદ કરે છે. વધુમાં ગેનીબેને કહ્યુ કે, અડધી રાત્રે પણ જરુર પડે તો ફોન કરજો હુ અને અમારા કાર્યકરો એક પણ ટકો પીછે હટ નહીં કરીએ તેની ખાતરી આપુ છું.
આ પણ વાંચો : Gujarat Weather Update : આજે સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે સાંબેલાધાર, IMDએ આપ્યું રેડ એલર્ટ