Gujarat Politics :ગુજરાતમાં મંત્રીમંડળના (Cabinet of Gujarat Government) વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઇ છે. ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઇ રહી છે. ગઈ કાલે કોળી સમાજે (Koli samaj) કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya) ડેપ્યુટી મુખ્યમંત્રી (Deputy CM) બનાવવા માંગ કરી હતી ત્યારે આજે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના (Rajkot District Thakor Samaj) પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખીને ઠાકોર સમાજમાંથી (Thakor society) કોઈ નેતાને ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister of Gujarat)બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
ઠાકોર સમાજે પત્રમાં શું લખ્યું ?
આ પત્રમાં લખવામા આવ્યું છે કે, ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવામાં આવેકારણ કે, ગુજરાતમાં 34 ટકા વસ્તી ધરાવતો સમાજ ઠાકોર સમાજ છે. અને દરેક વિધાનસભા સીટમાં 30થી 50 હજાર સુધીનું વોટિંગ છે.જ્યારે તળપદા કોળી સમાજનું માત્ર 4 થી 6 ટકા જ વોટિંગ હોવાનો જણાવ્યું હતું.
ચુવાળીયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો આરોપ
તેમજ વધુમાં લવામા આવ્યું છે કે, હાલના મંત્રી મંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી, અગાવના મંત્રી મંડળમાં સ્થાન મળતું હતું. હાલ અમને કોઈ પણ પ્રકારનું સ્થાન મળતું નથી. આમ ચુવાળીયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો આરોપ કરવામા આવ્યો છે. આ સાથે તળપદા કોળી સમાજ કરતા વધુ ચુવાળીયા ઠાકોર સમાજનું વોટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચુવાળીયા ઠાકોર સમાજમાંથી આવતા આ નેતાઓમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવાની કરી માંગ
આમ ઠાકોર સમાજના પ્રમુખેચુવાળીયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર,લવિંગજી ઠાકોર, કેસાજી ચૌહાણ ઠાકોર, દિલીપજી ઠાકોર સહિત નેતામાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.
અન્ય સમાજ પણ મંત્રી પદ માટે આગળ આવે તો નવાઈ નહીં
કોળી સમાજની માંગથી ભાજપ પ્રદેશ નેતાગીરીની ઉંઘ ઉડી હતી કારણ કે એક સમાજે આવી માંગ કરતા અન્ય સમાજ પણ મંત્રીપદની આવી માંગ કરે તેવી શક્યતા સેવાઈ રહી હતી. હજુ તો મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી થયું ત્યારે અત્યારથી મંત્રીપદ મુદ્દે આંતરિક ડખાં શરૂ થયા છે. હવે આગામી સમયમાં અન્ય સમાજ પણ આવી કોઈ માંગ સાથે સામે આવે તો નવાઈ નહીં.
આ પણ વાંચો : Kutch:બુટલેગર સાથે ઝડપાયેલી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ