Gujarat Politics : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકસભામાં(Lok Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના (BJP) અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તેમનું આ નિવેદન હિન્દુ વિરોધી ગણાવીને ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે બીજી તરફ આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે. શક્તિસિંહ રાહુલ ગાંધીને સમર્થન આપતા તેમનું નિવેદન ભાજપ દ્વારા તોડી મરોડીને રજુ કરવામાં આવી રહ્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીના હિન્દુત્વ વાળા નિવેદન પર શક્તિસિંહની પ્રતિક્રિયા
શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે, જ્યારે રાહુલ ગાંધીએ આ કહ્યુ ત્યારે ભાજપ પાસે કોઈ જવાબ આપવા માટે બચ્યો ન હતો. હું પણ હિન્દુ છે અને હિન્દુ એટલે શુ તેની સાચી વાત રાહુલ ગાંધીએ કરી છે. મને ગર્વ છે કે, મારા નેતાએ સાચા હિનદુત્વની વાત કરી અને સામે મોદીત્વ છે જે મારા હિન્દુ સમાજને બદનામ કરે છે અને બરબાદ કરે છે. અમારા ધર્મમાં તે શીખવાડ્યું છે કે, વસુધેવ કુટુમ્બકમ, અને પુનજન્મમાં વિશ્વાસ રાખીએ છીએ. જો મારા ઘરમા કોઈનું મૃત્યુ થયું છે તો તેની આત્મા કોઈ પણ ધર્મમાં જન્મ લઈ શકે છે. તેમાં શીખવાડ્યુ છે તમારે કોઈને ડરાવવાના નથી અને ડરવાનું નથી. અમારા હિન્દુધર્મનો આ સિદ્ધાંત છે.
ભાજપ પર લગાવ્યા આરોપ
વધુમા તેમણે કહ્યું કે, ભાજપ વાળાએ ગંદી રાજનિતી માટે, વોટબેંક પોલિટીક્સ માટે હિન્દુધર્મનો જે સાચો અર્થ છે તેને આખો ઉંધો કરી દીધો. ડરાવવાનું અને મારપીટ કરવાનું કામ કર્યું. રાહુલ ગાંધીએ અભયમુદ્રાની વાત કરી , રાહુલ ગાંધીના હાથમાં ભગવાન શીવનો ફોટો જોઈને ભાજપ વાળા બોખલાઈ ગયા તેમને એવું લાગે છે કે હિન્દુધર્મ પર અમારો ઠેકો છે. રાહુલ ગાંધી શીવજીનો ફોટો લઈને આવ્યા એટલે ભાજપને લાગ્યું કે જો અસલી હિન્દુ ધર્મજો દેશને સમજાઈ જશે અમારી દુકાનને તાળુ લાગી જશે, એટલા માટે બોખલાયેલી ભાજપ પાર્ટી રાહુલ ગાંધીની સાચી વાતને કોઈ પણ તોડી મરોડીને ખોટી રીતે રાખવાની કોશિશ કરે છે.પંરતુ તેમને તેનો કોઈ ફાયદો નહીં થાય.
આ પણ વાંચો : Ahmedabad: રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ બન્યો હિંસક, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો